ડિલીવરી પછી એક્યુપંક્ચર સારવાર ખુબ ઉપયોગી છે.
સામાન્ય રીતે પ્રસૂતિ પછી ૧૨મા દિવસે માતાને સારવાર આપી શકાય છે. આમ, તો પ્રસૂતિ પછી શરૂઆતના મહિનામાં વજન ઘટીને નોર્મલ આવતું હોય છે. આ રીતે પ્રસૂતિ દરમ્યાન વજન વધે અને પછી લગભગ રથી૮ અઠવાડિયામાં વજન ઘટીને પ્રેગનન્સી અગાઉના વજન જેવું થઈ જતું હોય છે. જો આમ વધેલું વજન નોર્મલ થાય તો માતાના શરીરના દેખાવ કે તંદુરસ્તીમાં ફેર પડતો નથી.
ઘણી વાર અમુક મહિલાને પ્રસૂતિ દરમ્યાન વજન સામાન્ય હોય તે કરતાં વધુ વધે અને આ વધેલું વજન પછી બહુ થોડા પ્રમાણમાં ઊતરે છે અને પ્રેગનન્સી પહેલાંની મહિલા જે આકર્ષક અને સુંદર દેખાતી હોય, તેના દેખાવમાં ૨-૪ વર્ષમાં જ વજન વધવાને લીધે ઘણો ફેરફાર થઈ જાય છે. આમ ઘણી વાર વજન વધવાને લીધે, પ્રસૂતિ, માસિકની, લ્યુકોરિયાની તકલીફ, ગર્ભ રહેવાની તકલીફ આ તમામ કેસોમાં એક્યુપંક્ચર સારવાર પ્રસૂતિ પછીના કોઈ પણ સમયથી ચાલુ કરી શકાય છે. કે જેમાં શરીરનું વજન ઘટવાની સાથે શરીરના દેખાવમાં ફેરફાર અને હોરમોન્સ અથવા માસિકની તકલીફમાં પણ સુધારો જોવા મળે છે.
૪૦-૪૫ વર્ષની વયની મહિલાઓ માટે:
૪૦ થી ૪૫ વરસની ઉંમર પછી મહિલાઓમાં મેનોપોઝને લીધે હોરમોન્સના ફેરફારને કારણે વજન વધુ થઈ જાય છે. શારીરિક ફેરફારોને લીધે માનસિક ફેરફારો, માનસિક -ચિડીયાપણું, ગુસ્સો, ઉંઘ બરાબર ન આવવી, પરસેવો થવો, હૃદયના ધબકારા વધી જવા, લોહીનું દબાણ વધી જવું અથવા ઘટી જવું વગેરેમાં સુધારો થઈ શકે છે.એટલે મેનોપોઝ દરમિયાન વજન વધવું, માસિકની અનિયમિતતા તેમજ ઓછું વત્તું પ્રમાણ વગેરે બીજાં લક્ષણો માટે પણ એક્યુપંક્ચર સારવાર ખૂબ ઉપયોગી છે. માસિકમાં થતાં ફેરફારો માટે પણ ફાયદો થઈ શકે છે.
પાછલી વયની મહિલાઓ માટે:
૫૦ થી ૫૫-૬૦ વર્ષની આસપાસની મહિલાઓને આ સારવારને કારણે ઓસ્ટિઓપોરોસિસ જેવી તકલીફમાં પણ ફાયદો થાય છે.
એક્યુપંક્ચરમાં સોય ક્યાં લગાવવામાં આવે છે?
એક્યુપંક્ચરની સારવાર શરૂ કરતાં પહેલાં દર્દીની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. પેટ, થાપો, પગ, ખભો, હાથ વગેરેમાંથી શરીરના ક્યા ભાગ પર સૌથી વધારે પ્રમાણમાં ચરબી જમા થઈ છે તેના આધારે દર્દીને બેસાડીને અથવા સુવાડીને હાથ, પગ, પેટ પર આવેલા ચોક્કસ પોઈન્ટ ઉપર સોય લગાડીને સ્ટિમ્યુલેટ કરવામાં આવે છે.
જે ભાગમાં વધારે પ્રમાણમાં ચરબી જમા થઈ હોય તે જ ભાગમાં સોય લગાવવાથી તરત અસર જોવા મળે છે. શરીરનું વજન ઓછું થવા ઉપરાંત શરીરમાં તાજગી અને સ્ફૂર્તિ લાગે છે.
એક્યુપંક્ચર સારવાર કેવી રીતે આપવામાં આવે છે?
(૧) એક્યુપંક્ચરમાં વપરાતી સોય ખૂબ પાતળી હોય છે. તેના દ્વારા શરીરમાં કોઈ પ્રવાહી દાખલ કરવાનું હોતું નથી. આથી તેની ધાર તીક્ષ્ણ બની શકે છે. જેથી દર્દીને સોય લગાડવાથી જરા પણ દુખાવો થતો નથી.
(૨) આ સોયને ઓપરેશનમાં વપરાતા સાધનોની જેમજ ફોર્મેલીન ચેમ્બરમાં રાખી સ્ટરીલાઈઝ કરવામાં આવે છે.
(૩) સોય લગાડયા પછી, ઈલેક્ટ્રોસ્ટિમ્યુલેટર નામના સાધનના વાયરો અમુક સોય સાથે જોડી તેના દ્વારા પૉઈન્ટ ઉત્તેજિત કરવામાં આવેછે.
(૪) સારવારનો નક્કી કરેલ સમય પૂરો થાય એટલે સોય કાઢી લેવામાં આવે છે.
(૫) સોય લગાડેલ ભાગને સોયના ઉપયોગ પહેલા અને પછી, બંને વાર સ્પિરિટથી સાફ કરવામાં આવેછે.
(૬) દરેક દર્દી માટે અલગ સોય વાપરવામાં આવે છે. એક્યુપંકચર સાથે દવા લઈ શકાય છે. જો કોઈ દર્દી લાંબા સમયથી દવા લેતો હોય તો તેને ધીમે ધીમે બંધ કરવામાં આવે છે.



