જુદી જુદી ચિકિત્સાપદ્ધતિઓની સરખામણીમાં એક્યુપંક્ચર સંધિવા માટે વધુ અસરકારક છે. આ રોગમાં દર્દીને શરીરનાં હાથ, પગ અને કમર વગેરેમાંથી ક્યા ભાગમાં સાંધામાં વધુ તકલીફ છે, તે નક્કી કર્યા પછી સોય લગાડવામાં આવે છે. હાથનાં આંગળાં કાંડાં તેમજ કોણીમાં દુખાવો વધુ પ્રમાણમાં હોય તો તેને ત્યાંના સંધિવાના રોગ માટેના ખાસ પોઈન્ટ પર સોય લગાવવામાં આવે છે.
જો દર્દીના થાપામાં, કમરમાં કે ડોકમાં વધુ દુખાવો થતો હોય તો સુવાડીને એક્યુપંક્ચર કરવામાં આવે છે. અમુક કેસમાં દર્દીને વધારે અશક્તિ લાગતી હોય તો છાતીમાં તેમજ હાથમાં આવેલા ખાસ પોઇન્ટ ઉપર સોય લગાવવામાં આવે છે. બધી જગ્યાએ સોય લગાવ્યા પછી તેને ઇલેક્ટ્રોસ્ટિમ્યુલર વડે સ્ટિમ્યુલેટ કરવામાં આવે છે. સામાન્ય રીતે દરરોજ આ રીતે દિવસમાં ૧થી ૨ કલાક સારવાર આપવામાં આવે છે.

એક્યુપંક્ચરથી શું ફાયદો થાય છે?

સંધિવામાં રોગ એક્યુટ સ્ટેજમાં હોય અને દર્દીને તેને લીધે તાવ આવતો હોય તેમજ લોહીમાં ઈ.એસ. આર. વધુ આવતો હોય તથા જે તે ભાગમાં સોજા આવેલા હોય તો આવી પરિસ્થિતિમાં એક્યુપંક્ચર કરવાથી તાવ ઊતરી જાય છે, લોહીમાં ઈ. એસ. આર. બરાબર થઈ જાય છે, સોજો વગેરે ઊતરી જાય છે અને દુખાવો જતો રહે છે. સામાન્ય રીતે એક્યુટ સ્ટેજમાં સારવાર લેવામાં તો ક્રોનિક સ્ટેજ કરતાં ઝડપથી સુધારો થતો જોવા મળે છે. દર્દી ક્રોનિક સ્ટેજમાં આને લીધે આવેલી અમુક ખોડ સાથે આવે (જેમકે, હાથનાં આંગળાં અલ્ના તરફ વળી જવાં વગેરે) તો તેમાં પણ સુધારો થઈ શકે છે.

એક્યુપંક્ચર હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટર
એ-૧, વિક્રમ એપાર્ટમેન્ટ,
શ્રેયસ ક્રોસિંગ ઓવરબ્રિજ નીચે,
ભુદરપુરા
અમદાવાદ – ૩૮૦૦૧૫
મો. ૯૮૭૯૫૦૦૧૭૯