સામાન્ય રીતે લોહીનું દબાણ (હાયપરટેન્શન) અને મધુપ્રમેહ (ડાયાબિટીસ) એ ૪૦ વર્ષની ઉંમર પછી થતા રોગોમાં મુખ્ય રોગો છે. પણ આ ઉપરાંત એક અગત્યનો અન્ય રોગ પણ છે, હાડકાના ઘસારાને લીધે થતો વા, એટલે કે “ઓસ્ટિઓઆર્થાઈટિસ’. એમાં ખાસ કરીને ઢીંચણના સાંધા(જોઈન્ટ)માં હાડકાંના ઘસારાને લીધે થતો વા વિશેષ જોવા મળે છે.

ખૂબ કાર્યક્ષમ વ્યક્તિને આ જાતની વાની તકલીફ થાય છે ત્યારે ઢીંચણમાં થતા દુખાવાને કારણે તેને પોતાની પ્રવૃત્તિ ફરજિયાતપણે ઘટાડી દેવી પડે છે. આજે અનેક લોકો આ રોગથી હેરાન થાય છે.

એક્યુપંક્ચરની સારવારથી આ રોગમાં કેવા પરિણામ આવે છે?

એક્યુપંક્ચરની સારવાર આવા લોકો માટે આશાનું એક કિરણ છે. તેનાથી આ રોગમાં બહુ સારાં પરિણામો પ્રાપ્ત થયાં છે. અને એથી જ આવા રોગોમાં એક્યુપંક્ચરનો

એક સચોટ ઉપાય તરીકે ધીરે ધીરે વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપેલી માન્યતા પણ તેનું મહત્વ દર્શાવે છે.

ઢીંચણના દુખાવામાં એક્યુપંક્ચર સારવાર અકસીર સાબિત થયેલ છે
  • ઢીંચણમાં સોજો આવતો હોય,
  • પાણી ભરાઈ જતું હોય,
  • થોડા ડગલાં ચાલ્યા પછી ઊભા રહી જવું પડતું હોય.
  • પલાઠી વાળીને બેસવાનું ન ફાવતું હોય,
  • પગથિયાં ચઢવા-ઊતરવામાં તકલીફ થતી હોય.
  • જમીન પર અથવા ખુરશી પર થોડી વાર બેઠા પછી ઊભા થવામાં તકલીફ થતી હોય.
  • દર્દી લાકડી કે વોકર લઈને ચાલતા હોય. તેવા કેસમાં એક્યુપંક્ચર સારવાર અકસીર સાબિત થયેલ છે.
  • હાડકાના ઘસારાને લીધે થતો વા (ઓસ્ટીઓ-આર્થાઇટીસ), ફરતો વા (સંધિવા) અને ગઠિયો વા (ગાઉટ)માં તેમજ ચિકનગુનિયા જેવા કોઈ પણ કારણથી થતા ઢીંચણના દુખાવામાં એક્યુપંક્ચર સારવાર અકસીર સાબિત થયેલ છે.
  • ઢીંચણનો સાંધો બદલવાનું ઓપરેશન કરાવવાની સલાહ આપી હોય તેવા કેસોમાં પણ એક્યુપંક્ચર સારવારથી ફાયદો થાય છે.
  • જો કોઈ દર્દીએ ઢીંચણનો સાંધો બદલવાનું ઓપરેશન કરાવ્યું હોય અને તેમ છતાં તેને દુખાવો થતો હોય તેવા કેસોમાં પણ એક્યુપંક્ચર સારવારથી ફાયદો થાય છે.

એક્યુપંક્ચર હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટર
એ-૧, વિક્રમ એપાર્ટમેન્ટ,
શ્રેયસ ક્રોસિંગ ઓવરબ્રિજ નીચે,
ભુદરપુરા
અમદાવાદ – ૩૮૦૦૧૫
મો. ૯૮૭૯૫૦૦૧૭૯