સાયેટિકા અથવા રાંઝણનો દુખાવો થાય તો આ સારવાર કઈ રીતે મદદરૂપ થાય ?
પંદર દિવસમાં જ દર્દી હરતોફરતો થઈ શકે છે. આના માટે સામાન્ય રીતે બીજી ચિકિત્સા પદ્ધતિથી સારવાર કરતાં આશરે બે મહિના લાગી જાય છે.
જ્યારે દુખાવો ખૂબ હોય ત્યારે દર્દીને શરૂઆતમાં સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. પછી જેમજેમ સુધારો થતો જાય તેમ તેમ હલનચલનની છૂટ આપવામાં આવે છે.
એક્યુપંક્ચરની સાથે શરૂઆતમાં જો દર્દી કોઈ દવા લેતો હોય તો તેને એકદમ બંધ ન કરતાં ધીરે ધીરે બંધ કરવામાં આવે છે. એક્યુપંક્ચરની ખાસ વિશિષ્ટતા એ છે કે થોડા જ સમયથી થયેલા સાયેટિકાના કેસમાં તો તેનાથી ફાયદો થાય જ છે, પણ વર્ષો પહેલાંના જૂના સાયેટિકાના કેસમાં પણ તેનાથી ફાયદો થાય છે. આથી જ આ પ્રકારની તકલીફ ગમે તેટલાં વર્ષો જૂની હોય તોપણ તેનાથી નિરાશ થયા વગર દર્દીએ એક્યુપંક્ચરની સારવાર લેવી જોઈએ.