સાયેટિકા અથવા રાંઝણનો દુખાવો ક્યાં થાય છે?

સાથેટિકામાં દુખાવો થાપાની પાછળના ભાગમાં અથવા બાજુના ભાગમાંથી પગના તળિયા સુધી થઈ શકે છે. આ દુઃખાવો થાપામાં ખૂબ તીક્ષ્ણ અથવા ધીમો ધીમો હોય છે. આની સાથે જ કમરમાં પણ દુખાવો થઈ શકે છે. દર્દીને પથારીમાં પડ્યા રહેવું પડે છે. સહેજ પણ હલનચલન કરવાથી દુખાવો વધી જાય તેવું પણ બને છે. આવા કેસોમાં સંપૂર્ણ આરામ લેવા તેમ જ સંડાસ અને પેશાબ પણ પથારી પાસે કરવા માટે દર્દીને કહેવામાં આવે છે. જો દુખાવો ઓછો હોય તો દર્દી થોડુંઘણું હલનચલન કરી શકે છે.

સાયેટિકા અથવા રાંઝણના દુખાવામાં એક્યુપંક્ચર સારવાર કેવી રીતે થાય છે?

એકયુપંકચરની સારવાર શરૂ કરતાં પહેલાં દર્દીને બરાબર તપાસવામાં આવે છે. દર્દીને સીધો સુવાડી, વારાફરતી દરેક પગને સીધો રાખી, સૂતાં સૂતાં જ જમીનથી ઊંચે લઈ જવાનું કહેવામાં આવે છે. સહેજ પણ દુખાવા વગર તે જમીનથી કેટલા અંશના ખૂણા સુધી ઉપર લઈ જઈ શકે છે તે જોવામાં આવે છે. થોડા દિવસ સુધી એક્યુપંક્ચર કર્યા પછી ફરીથી આ જ રીતે જોતાં તે અગાઉ કરતાં પગને કેટલો વધુ ઊંચે લઈ જઈ શકે છે, તે પરથી રોગમાંસુધારો થયાનો ખ્યાલ આવે છે.

એક્યુપંક્ચરની સારવાર આપતી વખતે દર્દીને પડખાભેર અથવા ઊંધો સુવાડવામાં આવે છે. પછી થાપામાં, પગમાં ઢીંચણ પાસે તેમ જ એડી આગળ સોય લગાવવામાં આવે છે. અમુક કેસોમાં કમર આગળ પણ સોય લગાવવામાં આવે છે. થાપામાં જે સોય લગાવવામાં આવે છે તે આશરે ત્રણથી પાંચ ઈંચ લાંબી હોય છે. આટલી લાંબી સોય શરીરમાં લગાવવામાં આવે છે છતાં દર્દીને સહેજ પણ વેદના થતી નથી. કારણ કે સોય ખૂબ પાતળી હોય છે. વળી ઈન્જેક્શનની સોયની જેમ તેના દર્દીને રાંઝણ થાય કે તરત જ સારવાર લે તો ઘણી ઝડપથી રાહત થઈ શકે છે.

દર્દીને દુઃખાવાને કારણે પથારીમાં જ પડ્યા રહેવું પડતું હોય તેવા કેસોમાં પણ જો તાત્કાલિક એક્યુપંક્ચર સારવાર લેવામાં આવે તો ઘણી વાર માત્ર દ્વારા શરીરમાં કોઈ પ્રવાહી દાખલ કરવાનું હોતું નથી. તેથી તેમાં કાણું રાખવાની જરૂર રહેતી નથી. આને લીધે સોયની ધાર વધુ તીક્ષ્ણ હોવાથી તેને સહેજ પણ વેદના વગર શરીરમાં લગાવી શકાય છે.આ સોય સાયેટિક જ્ઞાનતંતુ ઉપર સીધી જ અસર કરતી હોવાથી દુખાવો ખૂબ ઝડપથી મટી શકે છે.