લકવાના દર્દી ખૂબ નિરાશ થઈ જાય છે
જયારે કોઈ પણ માણસને લકવો થાય છે. ત્યારે શરૂઆતના બે ત્રણ દિવસ હોસ્પિટલમાં અથવા ઘેર તેને જોવા તેના લગભગ દરેક સગાં-નજીકના અને દૂરના તેમજ મિત્રો વગેરે ઉમટી પડે છે. અને તેની જિંદગી હવે કેવી નિરાશાજનક જશે તેનું દુઃખ વ્યક્ત કરે છે. પણ થોડા દિવસ પછી માત્ર નજીકના સગાં જ તેની સંભાળ લેવા આવે છે.
બે-ત્રણ અઠવાડિયા પછી તો મોટેભાગે માત્ર ઘરના લોકો ઉપર જ તે જવાબદારી આવી પડે છે. અને ઘણીવાર તો ઘરના લોકો પણ પરાણે આવી જવાબદારી ઉઠાવતા હોય છે. આથી જેને લકવો થાય તે ખૂબ નિરાશ થઈ જાય છે. અને બાકીની જિંદગી પરાવલંબી થઈને કેમ જીવાશે તેની ચિંતામાં પડી જાય છે.
લકવાનો અકસીર ઈલાજ એક્યુપંક્ચર
જો તમે કોઈ પણ પ્રકારના લકવાથી પીડાતા હો, અનેક જાતની દવા લેવા છતાં તેમાં કંઈ ફેર ન પડે તો સ્વાભાવિક જ છે કે તમે કંટાળી જશો, થાકી જશો, ના હિંમત થઈ જશો, નિરાશ થઈ જશો. પણ તમે એક્યુપંક્ચરની સારવાર પણ લીધી છે? જો ના, તો યાદ રાખો કે સદીઓ જૂની આ ચિકિત્સાપદ્ધતિ નવા રૂપરંગ સાથે આજકાલ ખૂબ જ ઝડપથી આગળ આવી રહી છે અને તે તમારા જીવનમાં નવી આશા, નવો ઉલ્લાસ ભરી દેશે. ફરીથી તમે નવી જિંદગી મેળવવા જેટલો આનંદ પામી શકો. માટે નિરાશ થયા વગર એક્યુપંક્ચર સારવાર લો. પરંપરાથી ઉપયોગમાં લેવાતી ઉપચારપદ્ધતિઓથી જે રોગો મટતા નહોતા એવા રોગમાં એક્યુપંક્ચર ઘણું જ અસરકારક સાબિત થયું છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા માન્યતા પ્રાપ્ત
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ પણ આજે એક્યુપંક્ચરને માન્યતા આપી દીધી છે, જે તેની અસરકારકતા અને મહત્તા બતાવે છે. સામાન્ય માણસ જ નહિ પણ મોટા ભાગના તબીબો પણ હવે આમાં માનતા થયા છે અને તેઓ પોતે અમુક કેસો એક્યુપંક્ચરિસ્ટને ત્યાં સારવાર માટે મોકલે છે.



