દર્દીને તપાસવાથી આનો ખ્યાલ આવી શકે છે. પણ મોટા ભાગના કેસોમાં રોજ ૧૦ દિવસની સારવારમાં જ કમરમાં થતા ચોક્કસ જગ્યાએ દુખાવો થાય છે કે જુદી જુદી જગ્યાએ વગેરે જોવામાં આવે છે. કોઈ વખત પડી જવાથી કે અકસ્માતમાં ઈજા થયા બાદ દુખાવો શરૂ થયો છે કે કેમ વગેરે જાણવામાં આવે છે. જરૂર પડે તો એક્સ-રે લેવામાં આવે છે. બીજા કોઈ અવયવની તકલીફ જેમ કે પાચનતંત્ર, કિડની કે ગર્ભાશયને લગતા રોગોને લીધે દુખાવો થતો હોય તો તેને લગતી તપાસ કરવામાં આવે છે.

દુખાવામાં, હલનચલનમાં તેમ જ સોજામાં સુધારો જણાઈ આવે છે. જેના ઉપરથી આગળ કેટલો સમય સારવાર લેવી પડશે તે નક્કી કરી શકાય છે.

 

કમરની રચના વિશે વિગતે જાણવાથી કહી શકાય કે:

(૧) જો મણકાની ગાદી ખસી જાય કે તેના લિગામેન્ટ અથવા સ્નાયુમાં સોજો આવે તો, અથવા સ્ટ્રેઈન પડે તો તેને લીધે કમરનો દુખાવો થઈ શકે છે.

(૨) બેસતી વખતે કે ઊભા થતી વખતે શરીરને કમરમાંથી યોગ્ય રીતે ટટ્ટાર રાખવામાં ન આવે તોપણ કમરનો દુખાવો થઈ શકે છે.

(૩) મણકાના સાંધાના વાને લીધે પણ મણકાનો દુખાવો થઈ શકે છે.

(૪) ઘણી વાર જ્યારે જમીન પર પડેલી કોઈ વસ્તુ ઊંચકવા માટે વાંકા વળવામાં આવે છે ત્યારે કમરમાં દુખાવો થાય છે. આ દુઃખાવો એકાએક થાય છે અને વાંકા વળ્યા પછી ઘણી વાર તો સીધા થવાનું મુશ્કેલ થઈ જાય છે.

(૫) મુસાફરી વખતે ગમે તે રીતે સૂવાથી, બેસવાથી કે ઊભા રહેવાથી કોઈ કારણસર એકાએક આંચકો લાગે તો તેના લીધે કમરમાં દુખાવો થઈ આવે છે.

(૬) સ્કૂટર, રિક્ષા અથવા બસ વગેરે વાહનોમાં પણ એકાએક રસ્તામાં આંચકો આવે તો તેને લીધે આમ થઈ શકે છે.

(૭) કમરના મણકા, સ્નાયુ કે લિગામેન્ટ બરાબર હોય છતાં કોઈ બીજા કારણસર પણ કમરનો દુખાવો થઈ શકે છે. આમાં પેટ, પિત્તાશય, કિડનીના રોગો તેમ જ સ્ત્રીઓમાં ગર્ભાશયને લગતા રોગોનો સમાવેશ થાય છે