કમરના દુખાવા માટે એક્યુપંક્ચર સારવાર

કોઈ પણ પ્રકારના દુખાવાની જેમ કમરના દુખાવામાં પણ એક્યુપંક્ચર ખૂબ અકસીર છે. પૂરી તપાસ કર્યા બાદ કમરના દુઃખાવામાં એક્યુપંક્ચરની સારવાર શરૂ કરવામાં આવે છે. આમાં દર્દીને પડખાભેર અથવા તો ઊંધા સુવાડીને એકથી દોઢ ઇંચ લાંબી સોય કમરમાં મણકાની બંને બાજુએ આવેલા ચોક્કસ પોઈન્ટ પર લગાવવામાં આવે છે. આ ઉપરાંત પગમાં પણ અમુક પોઈન્ટ ઉપર સોય લગાવવામાં આવે છે જે કમરના દુખાવામાં ખાસ અસરકારક ગણાય छे.

જો દર્દીને કમરની સાથે થાપામાં પણ દુઃખાવો થતો હોય તો થાપામાં આવેલા ખાસ પોઈન્ટ ઉપર ત્રણથી પાંચ ઈંચ લાંબી સોય લગાવવામાં આવે છે.ત્યાર બાદ આ સોયને ઈલેક્ટ્રોસ્ટિમ્યુલેટર વડે ઉત્તેજિત કરવામાં આવે છે. આ રીતે ૨ કલાક સુધી સ્ટિમ્યુલેશન આપવામાં આવે છે. ત્યાર બાદ સોય કાઢી લેવામાં આવે છે

 જો દર્દીને દુખાવો પ્રમાણમાં હોય અને તે સહેજ પણ હલનચલન કરી શકે તેમ ન હોય તો શરૂઆતમાં તેને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. પછી જેમ જેમ સુધારો થતો જાય તેમ તેમ હલનચલન કરવાની છૂટ આપવામાં આવે છે.

કમરના મણકાની ગાદી ખસી ગઈ હોય અને દર્દીને પથારીમાં જ આખો વખત રહેવું પડતું હોય તેવા કેસોમાં પણ આ સારવારથી દર્દી ૩-૪ અઠવાડિયાંમાં હરતો-ફરતો થઈ જાય છે, એ એક્યુપંક્ચરની ખાસ વિશિષ્ટતા છે. વળી, ગમે તેટલો જૂનો કેસ હોય તો પણ તેમાં એક્યુપંક્ચરથી સારું પરિણામ મળી શકે છે, જે તેની અકસીરતા દર્શાવે છે.