આ રોગમાં, સાંધો જ્યારે ઉપયોગમાં હોય ત્યારે અને પછી દુખાવો થતો હોય છે. જેમકે, જ્યારે દર્દી ચાલે ત્યારે અથવા થોડું ચાલી લીધા પછી ઘૂંટણના સાંધામાં દુખાવો થાય છે.
દુખાવો માત્ર સાંધાની આગળ જ થાય છે અથવા આજુબાજુના સ્નાયુઓમાં પણ થાય છે. કોઈ વાર તો જ્ઞાનતંતુ દ્વારા દૂરના ભાગમાં પણ દુખાવો થાય છે. વળી દર્દી આરામ કરીને ઊભો થાય છે ત્યારે અથવા આખી રાતની ઊંઘ પૂરી થાય પછી સવારે પથારીમાંથી બેઠો થાય છે ત્યારે સાંધા જકડાઈ ગયા હોય તેવું તેને લાગે છે.
એક્યુપંક્ચર હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટર એ-૧, વિક્રમ એપાર્ટમેન્ટ, શ્રેયસ ક્રોસિંગ ઓવરબ્રિજ નીચે, ભુદરપુરા અમદાવાદ – ૩૮૦૦૧૫ મો. ૯૮૭૯૫૦૦૧૭૯