ડોકના દુખાવામાં એક્યુપંક્ચર સારવાર કેવી રીતે થાય છે ?

સામાન્ય સંજોગોમાં “કરોડરજ્જુ’ ઉપર કોઈ જાતનું દબાણ ન આવે તેનું સંપૂર્ણ ધ્યાન ડોકની રચનામાં રહેલું જણાય છે. આમ છતાં જ્યારે ડોકના ભાગ ઉપર કંઈ વાગવાને લીધે ઈજા થાય છે કે બીજા કોઈ કારણસર તેના સ્નાયુ ખેંચાઈ જાય છે કે વા, સંધિવા જેવા રોગો થાય છે ત્યારે ડોકમાં દુખાવો થઈ શકે છે. તેની સાથે કેટલીક વાર ત્યાં સોજો પણ આવી જાય છે અને તે ભાગનું હલનચલન ઓછું થઈ જાય છે. અમુક કેસોમાં તો આ હલનચલન નહિવત્ અથવા બિલકુલ બંધ જેવું થઈ જાય છે.

એક્યુપંક્ચર ડોકના કોઈ પણ પ્રકારના દુ:ખાવા માટે ખૂબ જ અક્સીર ગણાય છે. આમાં દર્દીને બેસાડીને ડોકમાં તેમ જ હાથમાં ચોક્કસ પોઈન્ટ પર સોય લગાવવામાં આવે છે. જો માથાનો, ખભાનો, હાથને કે છાતીનો દુખાવો હોય તો તે પ્રમાણે તેના ખાસ પોઈન્ટ ઉપર પણ સંબંધિત ભાગમાં સોય લગાવવામાં આવે છે.