રાંઝણ (સાયેટિકા) અને એક્યુપંક્ચરએક્યુપંચરથી

કોઇ પણ પ્રકારના દુખાવાની જેમ સાયેટિકા અથવા રાંઝણનો  દુઃખાવો પણ ખૂબ ઝડપથી મટી જાય છે. સાયેટિકા નામનો જ્ઞાનતંતુ (નર્વ) શરીરમાં આવેલો સૌથી લાંબો જ્ઞાનતંતુ છે અને તે કમરમાંથી લંબરના ચોથા પાંચમા મણકા અને સેકરલના પહેલા બીજા મણકા આગળથી શરૂ થાય છે. ત્યાં આગળ તે આશરે બે સેમીની જાડાઈ ધરાવે છે. ત્યાંથી નીકળી તે ઠેઠ પગના તળિયા સુધી પહોંચે છે અને તેમાંથી અનેક શાખાઓ નીકળે છે, જે થાપામાં અને ઢીંચણથી ઉપર નીચેના ભાગમાં જાય છે.

આ જ્ઞાનતંતુ જ્યાં જાય છે ત્યાં કોઈ જગ્યાએ તેના ઉપર દબાણ આવે તો દુખાવો થઈ શકે છે. આ દુખાવાને સાયેટિકા અથવા રાંઝણ તરીકે ઓળખવામાં આવે છે. કરોડના મણકાની ગાદી ખસી જવાથી, તેમાં સોજો આવવાથી કે ફાઈબ્રોસાઈટિસ થવાથી આ પ્રકારનું દબાણ થઈ શકે છે.