એક્યુપંક્ચરની સારવાર ખૂબ સરળ, જોખમરહિત અને અસરકારક છે.

એક્યુપંક્ચરથી શરીરમાં બહારની કોઈ દવા દાખલ કરવામાં આવતી નથી પણ શરીરની પોતાની પ્રાણશક્તિને જ કાર્યરત કરીને રોગ મટાડવામાં આવે છે. આમાં જે ભાગમાં દુખાવો થતો હોય તે ભાગમાં

આવેલા ખાસ પૉઈન્ટ ઉપર સોય લગાવવામાં આવે છે. તેથી તે ખૂબ જ આરામથી સારવાર લઈ શકે છે.

એક્યુપંક્ચરનો ખાસ ફાયદો એ છે કે તેની આડઅસર થતી નથી. વળી ઑપરેશનની જેમ તેમાં કોઈ જોખમ નથી.  જ્યારે ઑપરેશન કરવામાં આવે છે, ત્યારે ઑપરેશન ટેબલ પર સૂવાડીને શરીરમાં જે કોઈ ફેરફાર કરવાનો હોય  તે ત્યાં જ કરી નાંખવામાં આવે છે. ઑપરેશન થઈ ગયા બાદ એમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. એ એક ખર્ચાળ પદ્ધતિ છે. આ ખર્ચ પણ દર્દીએ એકસાથે ભોગવવો પડે છે. જ્યારે એક્યુપંક્ચર એ રોજેરોજની પદ્ધતિ છે. ધારીએ ત્યારે બંધ કરી શકાય છે. ખર્ચ એકસાથે નથી થતો અને બાહ્ય પ્રક્રિયા હોવાથી જોખમ રહેલ નથી કે હૉસ્પિટલમાં રહેવું પડતું નથી. જે દર્દી હરીફરી શકે તેમ હોય તેણે સારવાર પૂરતું જ દવાખાનામાં આવવું પડે છે. સારવાર લીધા પછી તે ઘરે જઈ શકે છે અને પોતાનું ઘરકામ કે ઑફિસનું કામ કરી શકે છે. તે બહાર જઈ શકે છે. બીજા પર આધારિત રહેવું પડતું નથી. એટલે ધંધા કે નોકરીમાં રજા લેવી પડતી નથી.

આમ, એક્યુપંકચર ની સારવાર ખૂબ સરળ, જોખમરહિત અને પરિણામકારક હોવાથી રોગથી નિરાશ થઈને બેસી રહેવા કરતાં રોગીએ એક્યુપંકચરની સારવાર લેવી હિતાવહ છે.