(૧) લગ્ન અગાઉ યુવાન બહેનો માટે :

ઘણી છોકરીઓમાં રજસ્વલા થવાની શરૂઆત થાય કે વજન વધતું જોવા મળે છે. આના કારણે એવું બને છે કે ૧૮ વર્ષની કે તેથી વધુ વયમાં જ સ્થૂળતાના કારણસર લગ્ન થવામાં મુશ્કેલી નડતી હોય છે. એક્યુપંક્ચરની મદદથી આવી યુવતીઓ વજન ઉતારી શકે છે, શરીરનો સુંદર આકાર પાછો મેળવી શકે છે અને તેમનાં લગ્ન આડેનું સ્થૂળતાનું વિઘ્ન હટી જઈ શકે છે.

(૨) લગ્ન પછી :

લગ્ન પછી ઘણી વાર મહિલાઓનું વજન વધતું જોવા મળે છે. પ્રેગનન્સી પહેલાં વજન વધારે હોવાથી ઘણીવાર પ્રેગનન્સીમાં અવરોધ આવતો હોય છે. આવા કેસોમાં સારવાર આપી શરીરમાં થતા હોરમોનલ ફેરફાર, ખાવાપીવાને કારણે પાચનતંત્રમાં થતા ફેરફાર તેમજ બીજા અનેક જાતના પરિબળોને એક્યુપંક્ચર સારવારથી નોર્મલ લેવલે લાવી શકાય છે.

(૩) લગ્ન પછી, ગર્ભાવસ્થા પહેલાંઃ

આથી જો લગ્ન પછી જે મહિલાઓને પ્રેગનન્સી ન રહેતી હોય, વજન વધુ હોય તેમને આ સારવારથી પ્રેગનન્સી રહેવાની શક્યતા હોય છે. કારણ કે આ સારવારથી વજન ઘટવા ઉપરાંત શરીરમાં માસિકને લગતી તકલીફો, જેવી કે માસિક વધુ આવતું હોય અથવા ઓછું આવતું હોય, અનિયમિત હોય, લ્યુકોરિયા વગેરે જેવી

એક્યુપંક્ચર ઓબેસીટીનો સચોટ ઈલાજ + ૧૯

તકલીફોમાં સુધારો થઈ શકે છે અને મટી શકે છે. આથી જ જેમને વજન વધારે હોય, માસિકની તકલીફો હોય અને એને કારણે ઘણી વાર પ્રેગનન્સી ન રહેતી હોય તેમને માટે આ સારવાર ઉપયોગી છે.

(૪) ગર્ભાવસ્થા માટે:

જ્યારે આ સારવાર લેવાની હોય ત્યારે બહારથી કોઈ હોરમોન્સ દાખલ કરવામાં આવતા નથી. શરીરની પોતાની શક્તિથી હોરમોન્સના ફેરફારોને નોર્મલ લેવલ પર લઈ આવવામાં આવે છે અને આ સારવારથી કોઈ આડઅસર થતી નથી. આ ઉપરાંત, ઘણી વાર પ્રેગનન્સી રહેવા માટે ૬ કે ૧૨ મહિનાની દવા કરવી પડે છે. તેને બદલે તેની સાથે આ સારવાર કરવાથી ૧-૨ મહિનામાં પરિણામ મળી જાય છે.

એક્યુપંક્ચરમાં સોય ક્યાં લગાવવામાં આવે છે?

એક્યુપંક્ચરની સારવાર શરૂ કરતાં પહેલાં દર્દીની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. પેટ, થાપો, પગ, ખભો, હાથ વગેરેમાંથી શરીરના ક્યા ભાગ પર સૌથી વધારે પ્રમાણમાં ચરબી જમા થઈ છે તેના આધારે દર્દીને બેસાડીને અથવા સુવાડીને હાથ, પગ, પેટ પર આવેલા ચોક્કસ પોઈન્ટ ઉપર સોય લગાડીને સ્ટિમ્યુલેટ કરવામાં આવે છે.

જે ભાગમાં વધારે પ્રમાણમાં ચરબી જમા થઈ હોય તે જ ભાગમાં સોય લગાવવાથી તરત અસર જોવા મળે છે. શરીરનું વજન ઓછું થવા ઉપરાંત શરીરમાં તાજગી અને સ્ફૂર્તિ લાગે છે.

એક્યુપંક્ચર હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટર
એ-૧, વિક્રમ એપાર્ટમેન્ટ,
શ્રેયસ ક્રોસિંગ ઓવરબ્રિજ નીચે,
ભુદરપુરા
અમદાવાદ – ૩૮૦૦૧૫
મો. ૯૮૭૯૫૦૦૧૭૯