૩૦ વર્ષની ઉંમરે ૫૦ કિ.ગ્રા. વજન ધરાવતી વ્યક્તિ ૪૦ વર્ષની ઉંમરે ૮૬ કિલોની કેમ થઈ જાય છે ?

આપણું શરીર એક કોમ્પ્યુરાઈઝુડ સિસ્ટમજેવું છે. દરરોજ જે ખોરાક લેવામાં આવે છે તેમાંથી શરીરને કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ફેટ વગેરે જરૂરી પ્રમાણમાં મળે છે અને જેટલા પ્રમાણમાં તેની જરૂર હોય તેટલો જ ખોરાક લેવામાં આવે છે. આ રીતે ખોરાકનું શરીરમાં જવું અને તેમાંથી બનતા પદાર્થો અંતે શરીરમાં વપરાઈ જવાથી અને બેલેન્સમાં શૂન્ય (ઝીરો) રહેવાથી શરીરનું વજન વધતું નથી.

પરંતુ કોઈપણ કારણસર જ્યારે આ ૦ (ઝીરો) બેલેન્સના બદલે ધારો કે શરીરમાં રોજ માત્ર ૧૦ ગ્રામફેટ-ચરબી જમા થાય છે તો એક મહિનાના અંતે ૩૦૦ ગ્રામ અને વર્ષનાં અંતે ૩.૬ કિ.ગ્રા. વજન વધશે અને ૩ વર્ષમાં ૧૦.૮ કિ.ગ્રા., ૫ વર્ષમાં ૧૮ કિલો અને ૧૦ વર્ષમાં ૩૬ કિલો જેટલું વજન વધશે. આથી ૩૦ વર્ષની ઉંમરે ૫૦ કિલો વજન ધરાવતી વ્યક્તિ ૩૩ વર્ષની ઉમરે ૬૧ કિલો, 35 વર્ષની ઉમરે ૬૮ કિલો અને ૪૦ વર્ષની ઉંમરે પહોંચે ત્યાં સુધીમાં ૮૬ કિલોની થઈ જશે.

એક્યુપંક્ચર સારવારથી ઘટાડેલું વજન પછી કેમ વધતું નથી ?

એક્યુપંક્ચરની સારવાર શરીરમાં ખોરાકની આ સાયકલમાં ઉત્પન્ન થતી ક્ષતિને સુધારી આપે છે અને ફરી તેને૦ બેલેન્સ ઉપર લાવી દે છે. આથી જ આ સારવારથી જ્યારે વજન ઊતરે છે ત્યારે એકવાર ઊતરેલું વજન ફરી વધી જતું નથી.

એક્યુપંક્ચરની સારવારથી વજન ઘટયા પછી શરીર સપ્રમાણ અને સ્ફુર્તિલું લાગે છે.

એક્યુપંક્ચરમાં શરીરમાં જે ભાગમાં ચરબી વધુ જમા હોય તેને ધ્યાનમાં રાખીને પોઈન્ટ સિલેક્ટ કરવામાં આવે છે. આથી જે તે ભાગમાં લોહીના પરિભ્રમણમાં સુધારો થવાથી તે ભાગના કોષો વધુ સારી રીતે કામકરી શકે છે અને વધારાની ચરબીને ઓગાળી દે છે. આથી શરીર સપ્રમાણ દેખાય છે. તેમજ આ ચરબીનું શક્તિમાં રૂપાંતર થતું હોવાથી દર્દીને વધુ સ્ફુર્તિ લાગે છે.

એક્યુપંક્ચર હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટર
એ-૧, વિક્રમ એપાર્ટમેન્ટ,
શ્રેયસ ક્રોસિંગ ઓવરબ્રિજ નીચે,
ભુદરપુરા
અમદાવાદ – ૩૮૦૦૧૫
મો. ૯૮૭૯૫૦૦૧૭૯