શરીરનું વજન ઉતારવા માટે એક્યુપંક્ચરમાં જે સારવાર આપવામાં આવે છે તેને લીધે વજન ઘટવાની સાથે શરીરમાં બીજા અનેક ફેરફારો થતા હોવાથી આ સારવારને કાયાકલ્પ કોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.

કાયાકલ્પ કોર્સ કરી ફરી યુવાન બનો, વધતી ઉંમરને અટકાવો

  • કાયાકલ્પ કોર્સથી વજન ઘટે છે અને શરીર સપ્રમાણ, ચુસ્ત, સ્ફૂર્તિલું અને યુવાન રાખી શકાય છે.
  • શ્વાસની તકલીફ, ગેસ, એસીડીટી, કબજિયાતની તકલીફ, ઢીંચણ, કમર, ડોક-ખભાના દુખાવો દૂર થાય છે.
  • બહેનોમાં માસિક વધુ-ઓછું આવવાની તકલીફ, ચહેરાના ખીલની તકલીફ, આંખો નીચેની કાળાશ દૂર થાય છે. અને દસ-વીસ વર્ષ પહેલાની સ્ફૂર્તિનો અનુભવ થાય છે.
  • કાયાકલ્પ કોર્સ કરવાથી બ્લડપ્રેશર, ડાયાબિટીસ, થાયરોઈડ, હૃદયની તકલીફ જેવા અનેક કેસોમાં પણ ફાયદો થાય છે.
  • કાયાકલ્પ કોર્સની ખાસ વિશિષ્ટતા એ છે કે જેને કોઈ પણ જાતની શારીરિક તકલીફ હોય તે વ્યક્તિ આ કોર્સ કરી શકે છે.
  • પણ સાથે-સાથે જેને કોઈ તકલીફ નથી તેવી કોઈ પણ ઉંમરની વ્યક્તિ પણ આ કોર્સ કરી શકે છે.

૪૦૪૫ વર્ષની વયની મહિલાઓ માટેઃ

૪૦ થી ૪૫ વરસની ઉંમર પછી મહિલાઓમાં મેનોપોઝને લીધે હોરમોન્સના ફેરફારને કારણે વજન વધુ થઈ જાય છે. શારીરિક ફેરફારોને લીધે માનસિક ફેરફારો, માનસિક -ચિડીયાપણું, ગુસ્સો, ઉંઘ બરાબર ન આવવી, પરસેવો થવો, હૃદયના ધબકારા વધી જવા, લોહીનું દબાણ વધી જવું અથવા ઘટી જવું વગેરેમાં સુધારો થઈ શકે છે.એટલે મેનોપોઝ દરમિયાન વજન વધવું, માસિકની અનિયમિતતા તેમજ ઓછું વત્તું પ્રમાણ વગેરે બીજાં લક્ષણો માટે પણ એક્યુપંક્ચર સારવાર ખૂબ ઉપયોગી છે. માસિકમાં થતાં ફેરફારો માટે પણ ફાયદો થઈ શકે છે.

પાછલી વયની મહિલાઓ માટે:

૫૦ થી ૫૫-૬૦ વર્ષની આસપાસની મહિલાઓને આ સારવારને કારણે ઓસ્ટિઓપોરોસિસ જેવી તકલીફમાં પણ ફાયદો થાય છે.

એક્યુપંક્ચરમાં સોય ક્યાં લગાવવામાં આવે છે?

એક્યુપંક્ચરની સારવાર શરૂ કરતાં પહેલાં દર્દીની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. પેટ, થાપો, પગ, ખભો, હાથ વગેરેમાંથી શરીરના ક્યા ભાગ પર સૌથી વધારે પ્રમાણમાં ચરબી જમા થઈ છે તેના આધારે દર્દીને બેસાડીને અથવા સુવાડીને હાથ, પગ, પેટ પર આવેલા ચોક્કસ પોઈન્ટ ઉપર સોય લગાડીને સ્ટિમ્યુલેટ કરવામાં આવે છે.

જે ભાગમાં વધારે પ્રમાણમાં ચરબી જમા થઈ હોય તે જ ભાગમાં સોય લગાવવાથી તરત અસર જોવા મળે છે. શરીરનું વજન ઓછું થવા ઉપરાંત શરીરમાં તાજગી અને સ્ફૂર્તિ લાગે છે.

એક્યુપંક્ચર હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટર
એ-૧, વિક્રમ એપાર્ટમેન્ટ,
શ્રેયસ ક્રોસિંગ ઓવરબ્રિજ નીચે,
ભુદરપુરા
અમદાવાદ – ૩૮૦૦૧૫
મો. ૯૮૭૯૫૦૦૧૭૯